ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

માર્ચ 31, 2025 6:31 પી એમ(PM) | અફઘાન

printer

અફઘાન નાગરિક કાર્ડ ધારકોને દેશ છોડવાની સમયમર્યાદા આજે સમાપ્ત

અફઘાન નાગરિક કાર્ડ ધારકોને દેશ છોડવાની સમયમર્યાદા આજે સમાપ્ત થઈ રહી છે ત્યારે પાકિસ્તાન સરકારે હજારો અફઘાન શરણાર્થીઓની ધરપકડ કરવા અને દેશનિકાલ કરવાનો આદેશ આપ્યો છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, રાવલપિંડીના પોલીસ વડાએ રાવલ, પોટોહર અને સદર વિભાગના અધીક્ષકોને જિલ્લામાં રહેતા અથવા કામ કરતા અફઘાન નાગરિકો સામે કાનૂની પગલાં લેવાના નિર્દેશ આપ્યા છે. આ ઘટનાને કારણે અફઘાન નિરાશ્રીતો મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે.
આ મુદ્દે પાકિસ્તાનમાં યુનાઇટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીઝના પ્રતિનિધિ ફિલીપા કેન્ડલરે ગઈકાલે કહ્યું હતું કે લાખો અફઘાન શરણાર્થીઓને હાંકી કાઢવાના દેશના નિર્ણયથી અફઘાન સમુદાય “હચમચી” ગયો છે તેમની આશાઓ અને સપનાઓ તૂટી ગયા હોવાનો ઉલ્લેખ કરીને તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને વધુ જવાબદારી ઉપાડવા વિનંતી કરી હતી.