ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 9, 2025 2:18 પી એમ(PM)

printer

અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચેની મેચ સાથે આજ સાંજથી અબુ ધાબીમાં એશિયા કપ ક્રિકેટનો આરંભ.

17મી એશિયા કપ ક્રિકેટની આજથી અબુ ધાબીમાં શરૂઆત થશે. પ્રથમ મેચ અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચેની રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. આ સ્પર્ધા 28 સપ્ટેમ્બર સુધી ચાલશે અને તેમાં આઠ ટીમો ભાગ લેશે.
ટીમ ઈન્ડિયા આવતીકાલે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગ્રૂપ A મેચમાં યજમાન U.A.E. સામે પોતાનું અભિયાન શરૂ કરશે. ભારત -પાકિસ્તાન, ઓમાન અને U.A.E. સાથે ગ્રૂપ Aનો ભાગ છે. ગ્રૂપ Bમાં શ્રીલંકા, અફઘાનિસ્તાન, હોંગકોંગ અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે.
ટીમ ઈન્ડિયાનો અંતિમ ગ્રુપ સ્ટેજ મુકાબલો 19 સપ્ટેમ્બરે ઓમાન સામે થશે. ટુર્નામેન્ટનો સુપર ફોર તબક્કો 20 સપ્ટેમ્બરથી શરૂ થશે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો 28 સપ્ટેમ્બરના રોજ યોજાનારી ટાઇટલ મુકાબલામાં સ્થાન મેળવવા માટે દુબઈમાં ત્રણ મેચ રમશે.
2016થી ODI અને T20I ફોર્મેટમાં વારાફરતી રમાતી આ વર્ષની આવૃત્તિ T20 ફોર્મેટમાં રમાશે, જે આવતા વર્ષે ભારત અને શ્રીલંકામાં યોજાનાર ICC મેન્સ T20 વર્લ્ડ કપ માટે મહત્વપૂર્ણ તૈયારી પૂરી પાડશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.