અટલ પેન્શન યોજના એ એપ્રિલ 2025 સુધીમાં 7.65 કરોડ ગ્રાહકો અને લગભગ 46 હજાર કરોડ રૂપિયાના ભંડોળ સાથે નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. અટલ પેન્શન યોજના એ ભારતના અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે નિવૃત્તિ સુનિશ્ચિત કરી છે, જેમાં નોંધપાત્ર 48 ટકા ગ્રાહકો મહિલાઓ છે.
આ યોજના યોગદાનના આધારે એક હજારથી પાંચ હજાર સુધીનું નિશ્ચિત માસિક પેન્શન પૂરું પાડે છે, અને તેનો લઘુત્તમ યોગદાન સમયગાળો 20 વર્ષનો છે. પેન્શન ભંડોળ નિયમન અને વિકાસ સત્તામંડળ દ્વારા સંચાલિત, આ યોજના દેશના સામાજિક સુરક્ષા માળખાના પાયાના પથ્થર તરીકે ઉભરી આવી છે.