ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

એપ્રિલ 29, 2025 10:02 એ એમ (AM)

printer

અંબાજી મંદિર ખાતે આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો

પ્રસિધ્ધ તીર્થસ્થાન શ્રી આરાસુરી અંબાજી મંદિર ખાતે આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજીમા આવતીકાલે 30મી એપ્રિલ વૈશાખ સુદ ત્રીજથી 26મી જૂનને અષાઢ સુદ એકમ સુધી માતાજીની આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.આરતી સવારે સાતથી સાડા સાત, દર્શન સવારે સાડા સાતથી 10:45, રાજભોગ આરતી સાડા બારથી એક, દર્શન બપોર એકથી સાડા ચાર, આરતી સાંજે સાતથી સાડા સાત, દર્શન સાંજે સાડા સાતથી નવ વાગ્યા સુધીનો સમય રહેશે.