ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 23, 2025 9:22 એ એમ (AM)

printer

કોલકાતામાં રમાયેલી પાંચ ટી-20 મૅચની શ્રેણીની પહેલી મેચમાં ભારતે ઇંગ્લૅન્ડને હરાવ્યું

પાંચ ટી-20 મૅચની શ્રેણીની પહેલી મેચમાં ગઈકાલે ભારતે ઇંગ્લૅન્ડને સાત વિકેટથી હરાવ્યું છે. કોલકાતામાં રમાયેલી આ મેચમાં ઇંગ્લૅન્ડે પહેલા બેટિંગ કરી 132 રન બનાવ્યા. જ્યારે ભારતે 13 ઑવરમાં જ મેચ જીતી લીધી હતી. ઇંગ્લૅન્ડ તરફથી સૌથી વધુ 68 રન સુકાની જૉસ બટલરે બનાવ્યા. જ્યારે ભારત તરફથી અભિષેક શર્માએ 79 રન બનાવ્યા હતા. આ પહેલા ઑપનર ખેલાડીસંજુ સેમસન 26 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. આ તરફ ભારતીય બૉલર વરૂણ ચક્રવર્તીએ 3 અને અર્શદીપ સિંઘ, હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલે બે—બે વિકેટ લીધી હતી. હવે, આ શ્રેણીની બીજી મેચ શનિવારે ચેન્નઈમાં રમાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ