આજે વિભાજન વિભિષિકા દિવસ છે. 1947માં 14 ઓગષ્ટે અખંડ ભારત બે દેશમાં વહેચાયુ હતુ. આ દિવસને વિભાજન વિભિષિકા દિવસ તરીકે યાદ કરાય છે. વિભાજન સમયની જે યાતનાઓ અને વેદનાઓ હતી તેને આજની પેઢીની જાણકારી માટે આ દિવસ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમો યોજાય છે. જે અંતર્ગત અમદાવાદ શહેરમાં ભાજપ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યના અન્ય સ્થળોએ પણ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. જ્યારે અમદાવાદના રેલવે સ્ટેશન પર વિભાજનને લગતું એક રેલવે પ્રદર્શન પણ યોજવામાં આવ્યું છે.
Site Admin | ઓગસ્ટ 14, 2024 10:01 એ એમ (AM)
આજે વિભાજન વિભિષિકા દિવસ છે.
