માર્ચ 12, 2025 7:37 પી એમ(PM)

views 31

ઉત્તર કાશ્મીરના બારામુલ્લામાં 5મી ખેલો ઇન્ડિયા શિયાળુ રમતોના બીજા તબક્કાનું સમાપન

ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ગુલમર્ગ ખાતે ચાર દિવસીય 5મી ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનો બીજો તબક્કો આજે પૂર્ણ થયો. ચાર દિવસીય રમતો 9 માર્ચે શરૂ થઈ હતી, જેમાં દેશભરના હજારો ખેલાડીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ ઉપરાંત, સુરક્ષા દળોના ખેલાડીઓએ પણ રમતોમાં ભાગ લીધો હતો. આજે બપોરે ગુલમર્ગ ખાતે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025 ના સમાપન સમારોહને સંબોધતા, કેન્દ્રીય યુવા સેવાઓ અને રમતગમત મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દેશની રમતગમત યાત્રાને તેની ટોચ પર લઈ જવા માટે પ્રતિબદ્...

ઓગસ્ટ 23, 2024 8:31 એ એમ (AM)

views 28

પશ્ચિમ ભારત માટેની ખેલો ઇન્ડિયા અસ્મિતા વુશુ લીગનો આવતીકાલથી ઉત્તર પ્રદેશના મેરઠમાં પ્રારંભ થશે.

પશ્ચિમ ભારત માટેની ખેલો ઇન્ડિયા અસ્મિતા વુશુ લીગનો આવતીકાલથી ઉત્તર પ્રદેશના મેરઠમાં પ્રારંભ થશે. ચાર દિવસની આ લીગ 27 ઑગસ્ટ સુધી ચાલશે. જેમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત સહિત પશ્ચિમ ભારતના વિવિધ રાજ્યોના મહિલા એથલિટ ભાગ લેશે. જેનું જીવંત પ્રસારણ ખેલો ઇન્ડિયા વિમન્સ લીગની યુટ્યૂબ ચેનલ પર જોઈ શકાશે.

જુલાઇ 18, 2024 8:14 પી એમ(PM)

views 28

કેન્દ્રીય યુવા અને ખેલ મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આવતીકાલે નવી દિલ્હીમાં ખાતેથી ‘ખેલો ઇન્ડિયા રાઇઝિંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન’ – કિર્તી પહેલની બીજી શ્રેણીનો પ્રારંભ કરાવશે

કેન્દ્રીય યુવા અને ખેલ મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આવતીકાલે નવી દિલ્હીમાં ખાતેથી ‘ખેલો ઇન્ડિયા રાઇઝિંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન’ – કિર્તી પહેલની બીજી શ્રેણીનો પ્રારંભ કરાવશે. કિર્તીની કલ્પના આધુનિક આઇસીટી ઉપકરણો અને વૈશ્વિક શ્રેષ્ઠતમ રીતોના આધારે પ્રતિભાશાળી ખેલાડીઓની ઓળખ માટેની વ્યવસ્થા ઉભી કરવા માટે કરાઈ છે. તેનો હેતુ જમીની સ્તરના ખેલાડીઓને એક મંચ પર લાવવાનો છે. આ પહેલ અંતર્ગત તમામ રાજ્યોના મળીને કુલ 20 લાખ પ્રતિભાશાળી ખેલાડીઓનું 2024-25 માટે મૂલ્યાંકન કરાશે. આ પહેલનો પ્રથમ તબક્કો ચંદીગઢમાં શરૂ કર...