નવેમ્બર 28, 2024 2:01 પી એમ(PM)

views 13

ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમંત સોરેન આજે ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે

ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમંત સોરેન આજે ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવાર સાંજે 4 વાગ્યે રાંચીના મોરહબાદી મેદાનમાં આયોજિત કાર્યક્રમમાં શ્રી સોરેનને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે. અમારા સંવાદદાતા જણાવે છે કે શપથગ્રહણ સમારોહ માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમારંભમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલિકાર્જુન ખડગે ઉપરાંત લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત રહેશે...