જાન્યુઆરી 23, 2025 1:59 પી એમ(PM)

views 35

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે ગઈકાલે વોશિંગ્ટન ડી.સીમાં પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે, એ સ્પષ્ટ છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટીતંત્ર ભારત સાથેના તેના દ્વિપક્ષીય સંબંધોને પ્રાથમિકતા આપી રહ્યું છે

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે ગઈકાલે વોશિંગ્ટન ડી.સીમાં પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે, એ સ્પષ્ટ છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટીતંત્ર ભારત સાથેના તેના દ્વિપક્ષીય સંબંધોને પ્રાથમિકતા આપી રહ્યું છે. શપથ ગ્રહણ સમારોહમાં ભારતનું પ્રતિનધિત્વએ પ્રતિબદ્ધતા નિશ્ચિત કરે છે.

નવેમ્બર 3, 2024 7:45 પી એમ(PM)

views 24

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું કે ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો મજબૂત બને એ માટે ભારતે વિશેષ રૂપરેખા તૈયાર કરી છે.

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું છે કે ભારતે એક એવી રૂપરેખા તૈયાર કરી છે, જેનાથી આવનારા સમયમાં ઑસ્ટ્રેલિયા સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. ઑસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં ભારતીય સમુદાયને સંબોધન કરતા શ્રી જયશંકરે જણાવ્યું કે ભારત ઉચ્ચ વિકાસ પર અગ્રેસર છે અને દુનિયાની સાથે આગળ વધવા માગે છે. તેમણે ઉમેર્યું કે ભારત વિશ્વના ગણતરીના દેશો સાથે વ્યાપક રાજદ્વારી ભાગીદારી ધરાવે છે, ઑસ્ટ્રેલિયા તેમાંથી એક છે. તેમણે જણાવ્યું કે શિક્ષા અને સંશોધન ક્ષેત્રે વૈશ્વિક સહકારની અનેક તક રહેલી છે. ઓસ્ટ્રેલિયા પહોંચેલા વ...

સપ્ટેમ્બર 9, 2024 7:51 પી એમ(PM)

views 29

રિયાધમાં આયોજિત ભારત-GCC સંયુક્ત મંત્રી સ્તરીયબેઠકમાં ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુધ્ધ વિરામની હિમાયત કરતાં કેન્દ્રીય વિદેશમંત્રી એસ. જયશકંર

આજે રિયાધમાં આયોજિત ભારત-GCC સંયુક્ત મંત્રી સ્તરીય બેઠકના ઉદ્ઘાટનમાં, વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે ગાઝામાં ચાલી રહેલી પરિસ્થિતિ પર ભારતની સૈદ્ધાંતિક અનેસુસંગત સ્થિતિ સ્પષ્ટ કરી હતી.  તેમણે કહ્યું હતુ કે ભારત  આતંકવાદ અને બંધક બનાવવાના કૃત્યોની નિંદા કરે છે, અમે નિર્દોષ નાગરિકોના સતત મૃત્યુથી ખૂબ જ દુઃખી છીએ. કોઈપણ પ્રતિભાવ માનવતાવાદી કાયદાના સિદ્ધાંતોને ધ્યાનમાં લેવો જોઈએ. અમે શક્ય તેટલી વહેલી તકે યુદ્ધવિરામનું સમર્થન કરીએ છીએ," તેમ પણ કેન્દ્રીય મંત્રી શ્રીજયશંકરે ઉમેર્યુ હતું.પેલેસ્ટાઈનના મુદ્દા...

ઓગસ્ટ 9, 2024 10:55 એ એમ (AM)

views 23

કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજથી માલદીવના ત્રણ દિવસીય પ્રવાસે

કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજથી માલદીવના ત્રણ દિવસીય પ્રવાસે છે. આ મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચે ઘનિષ્ઠ ભાગીદારીને મજબૂત બનાવવાનો તેમજ દ્વિપક્ષીય સંબંધો માટેના નવા અવસર ઉભા કરવાનો છે. જૂનમાં નવા મંત્રીમંડળના શપથગ્રહણ માટે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુની ભારત યાત્રા બાદ વિદેશ મંત્રી આ પ્રવાસ કરી રહ્યા છે. માલદીવ ભારતનો સમુદ્રી પાડોશી દેશ છે, જે હિન્દ મહાસાગારમાં રાજદ્વારી મહત્વ ધરાવે છે.

જુલાઇ 15, 2024 3:41 પી એમ(PM)

views 36

ભારતે માર્શલ ટાપુઓ સાથે સામુદાયિક વિકાસની 4 પરિયોજનાઓના અમલીકરણ માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું છે કે ભારત અને માર્શલ ટાપુઓ મૈત્રીપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોનો લાંબો ઈતિહાસ ધરાવે છે જે વર્ષોથી વિસ્તર્યો છે. માર્શલ ટાપુઓમાં સામુદાયિક વિકાસની ચાર પરિયોજનાઓના અમલીકરણ માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર પ્રસંગે એક સંદેશમાં, ડૉ. જયશંકરે કહ્યું કે પેસિફિકમાં આવેલા ટાપુઓ નાના નથી પરંતુ વિશાળ સમુદ્રી દેશો છે. તેમણે કહ્યું કે પેસિફિક ટાપુઓના વિકાસની યાત્રામાં ભારત તેમની પડખે છે. તેમણે ઉમેર્યું હતું કે જળવાયુ પરિવર્તન, કુદરતી આફતો, ગરીબી નાબૂદી અને આરોગ્ય સંભાળ જેવા પડકારો...