ફેબ્રુવારી 23, 2025 2:35 પી એમ(PM)

views 22

ઝારખંડ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળના હિમાલયથી અડીને આવેલા ક્ષેત્ર, સિક્કિમ અને બિહારમાં વિવિધ સ્થળ પર ઝડપી પવન, કરાનું તોફાન અને વિજળી ગરજવાની સાથે વાવાઝોડું આવવાની સંભાવના.

ઝારખંડ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળના હિમાલયથી અડીને આવેલા ક્ષેત્ર, સિક્કિમ અને બિહારમાં વિવિધ સ્થળ પર ઝડપી પવન, કરાનું તોફાન અને વિજળી ગરજવાની સાથે વાવાઝોડું આવવાની સંભાવના છે. દેશના ઉત્તર-પૂર્વ ભાગમાં પણ આજે દિવસભર આવું જ વાતાવરણ રહેવાનું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરાયું છે. જ્યારે સિક્કિમના વિવિધ ભાગમાં આજે ગાઢ ધુમ્મસ રહે તેવી શક્યતા છે. આગામી 2 દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ ભાગમાં લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે.