સપ્ટેમ્બર 5, 2024 7:50 પી એમ(PM)

views 24

રાજ્યભરમાં આજે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

રાજ્યભરમાં આજે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.. જે અંતર્ગત જામનગરમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ શ્રેષ્ઠ શિક્ષકો અને વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવેલા 15 વિદ્યાર્થીઓનું સન્માન કર્યું. વઢવાણમાં સાંસદ ચંદુભાઇ શિહોરા અને મહેસાણામાં રાજ્યસભાના સાંસદ મયંક નાયક અને લોકસભા સાંસદ હરિ પટેલની ઉપસ્થિતિમાં શિક્ષક દિનની ઉજવણી કરાઇ.. તો ખેડામાં સાંસદ દેવુસિંહ ચૌહાણ અને પંચમહાલમાં સાંસદ રાજપાલસિંહ જાદવની અધ્યક્ષતામાં શિક્ષકોનું બહુમાન કરાયું. ડાંગ જિલ્લાની સરકારી માધ્યમિક શાળા ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય ...

સપ્ટેમ્બર 5, 2024 7:49 પી એમ(PM)

views 22

શિક્ષક દિન નિમિત્તે રાજ્યના 28 શ્રેષ્ઠ શિક્ષકોને અમદાવાદમાં પારિતોષિક એનાયત કરતાં રાજ્યપાલ- દિલ્હીમાં રાષ્ટ્રપતિએ ગુજરાતના બે શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ આપી સન્માનિત કર્યા..

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યના 28 શિક્ષકોને 'શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક' અર્પણ કરાયા. અમદાવાદમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યપાલે કહ્યું હતું કે, શ્રેષ્ઠ મનુષ્યના નિર્માણની જવાબદારી શિક્ષકની છે. શિક્ષકો સમર્પણભાવથી પ્રામાણિકતાપૂર્વક કર્તવ્યપાલન કરે તો સમાજમાં મોટું પરિવર્તન આવી શકે તેમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોતાના સંબોધનમાં કહ્યુ હતું. (બાઇટ રાજ્યપાલ) શિક્ષકોને એવોર્ડ અર્પણ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, શિક્ષક ક્યારેય નિવૃત્ત થતો નથી, તેની અંદરનું શ...

સપ્ટેમ્બર 5, 2024 2:32 પી એમ(PM)

views 31

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે આવેલો અમૃત ઉદ્યાન શિક્ષકો માટે ખુલ્લો રહેશે

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે આવેલો અમૃત ઉદ્યાન શિક્ષકો માટે ખુલ્લો રહેશે. રાષ્ટ્રપતિ સચિવાલયની એક યાદીમાં જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રપતિ ભવનના ગેટનંબર 35થી તેમાં અમૃત ઉદ્યાનમાં પ્રવેશ કરી શકાશે. મુલાકાતીઓની સુવિધા માટે, સેન્ટ્રલ સચિવાલય મેટ્રો સ્ટેશનથી ગેટ નંબર 35 સુધી નિઃશુલ્ક શટલ સેવા ચલાવવામાં આવશે.