ડિસેમ્બર 20, 2024 9:05 એ એમ (AM)

views 45

ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરાશે

રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬” અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે રૂપિયા ૨,૪૨૫ પ્રતિ ક્વિન્ટલ લેખે ઘઉંની સીધી ખરીદી કરાશે. આ માટે ખેડૂતો પહેલી જાન્યુઆરી ૨૦૨૫થી ઓનલાઇન નોંધણી કરાવી શકશે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મારફતે કરવામાં આવશે. ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ-ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે.

ઓક્ટોબર 16, 2024 8:01 પી એમ(PM)

views 22

કેન્દ્રીય કેબિનેટે રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવોમાં વધારો જાહેર કર્યો

રાજ્યમાં ચાલુ વર્ષે સારો એવો વરસાદ થતાં ખેડૂતોને રવિ પાકમાં નુકસાન થયું છે પરંતુ સરકારે ખેડૂતોને ખાતરી આપી છે કે, તેમને ખાતરમાં કોઈ તંગી રહેશે નહીં.જેના માટે સરકારે આગોતરા પગલાના ભાગરૂપે કેન્દ્ર સરકાર પાસેથી ખાતરની માગણી કરી છે.રાજય સરકારે 6 લાખ 80 હજાર મેટ્રીક ટન ખાતરની માંગણી કરતાં કેન્દ્ર સરકારે ખાતરનો કેટલોક જથ્થો રાજ્યને પહોંચાડયો છે.