જાન્યુઆરી 28, 2025 7:36 પી એમ(PM)

views 16

રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી અત્યાર સુધીમાં મગફળીની 6 હજાર 700 કરોડ રૂપિયાની વિક્રમજનક ખરીદી કરી

રાજ્યભરમાં હાલમાં મગફળી અને સોયાબિન સહિતના ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે.તે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધી 6 હજાર 700 કરોડ રૂપિયાની કિંમતની 10 લાખ મેટ્રિક ટન મગફળીની વિક્રમજનક ખરીદી કરવામાં આવી છે. જ્યારે 252 કરોડ રૂપિયાની કિમતની 51 હજાર 400 મેટ્રિક ટનથી વધુ સોયાબિનની ખરીદી થઈ છે.નોંધણી કરાવેલા તમામ ખેડૂતો પાસેથી આગામી 8 ફેબ્રુઆરી સુધીમાં ખરીદી પૂર્ણ કરાશે તેમ કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.(બાઈટઃ રાઘવજી પટેલ, કૃષિમંત્રી)

નવેમ્બર 11, 2024 9:32 એ એમ (AM)

views 15

મુખ્યમંત્રી આજે રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરાવશે

ગુજરાતભરમાં સરકાર દ્વારા આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરુઆત કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી આ ખરીદીનો આરંભ કરાવશે. રાજ્યમાં અંદાજે ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો પર મગફળીની ટેકાના ભાવે ખરીદી થશે. ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૩ લાખ ૩૩ હજારથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. જે ખેડૂતોએ નોંધણી કરાવી છે તે તમામ ખેડૂતો પાસેથી એક હજાર ૩૫૬ રૂપિયા અને ૬૦ પૈસા પ્રતિ મણના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે.

નવેમ્બર 8, 2024 3:21 પી એમ(PM)

views 17

રાજ્યના ૧૬૦ થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે

રાજ્યના ૧૬૦ થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી ખરીદીનો આરંભ કરાવશે. આ વેચાણ માટે ૩ લાખ ૩૩ હજારથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી હતી. આ ઓનલાઇન નોંધણી માટે ૧૦ નવેમ્બર છેલ્લો દિવસ નક્કી કરવામાં આવ્યો છે. ઓનલાઇન નોંધણી કરાવેલા તમામ ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં મગફળી ખરીદાશે તેમ કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.. તેમણે અફવાઓથી દૂર રહેવા ખેડૂતોને અપીલ કરી હતી.૧ હજાર ૩૫૬ રૂપિયા અને ૬૦ પૈસા લેખે પ્રતિ...

નવેમ્બર 8, 2024 11:56 એ એમ (AM)

views 20

11 મીએ મુખ્યમંત્રી હિંમતનગરથી એકસાથે 160 કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવશે

ગુજરાતમાં મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા મગફળી પકવતા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કરી સુયોગ્ય આયોજન કર્યું છે, તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. કૃષિ મંત્રીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી તા. ૧૧ નવેમ્બરના રોજ એકસાથે રાજ્યભરના ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતે મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવશે. ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૩,૩૩,૦૦૦થી વધુ ખેડૂતોએ ...