સપ્ટેમ્બર 17, 2024 7:00 પી એમ(PM)

views 25

એક પેડ મા કે નામ ઝુંબેશના ભાગરૂપે બાંગ્લાદેશમાં ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્માએ આજે ઢાકાના હાઈ કમિશન પરિસરમાં બકુલ વૃક્ષનો એક છોડ રોપ્યો

એક પેડ મા કે નામ ઝુંબેશના ભાગરૂપે બાંગ્લાદેશમાં ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્માએ આજે ઢાકાના હાઈ કમિશન પરિસરમાં બકુલ વૃક્ષનો એક છોડ રોપ્યો હતો. જે, ધરતી માતાનું રક્ષણ કરવા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહનઆપવાની આપણી પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે. હાઈ કમિશને આ માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મપર આપી હતી.

ઓગસ્ટ 5, 2024 3:26 પી એમ(PM)

views 25

‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત રાજ્યભરની 53 હજાર 65 આંગણવાડીઓમાં વૃક્ષારોપણ કરવામાં આવશે

'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત રાજ્યભરની 53 હજાર 65 આંગણવાડીઓમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. આ અભિયાનમાં સમગ્ર રાજ્યની આંગણવાડીઓમાં કુલ 3.15 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં સેક્ટર-3A ન્યૂની આંગણવાડીના બાળકો સાથે વૃક્ષ વાવીને આ અભિયાનનો પ્રારંભ કર્યો હતો. શ્રી પટેલે આ અભિયાન હેઠળ ગુજરાતમાં વન વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગો દ્વારા સપ્ટેમ્બર-2024 સુધીમાં 12.20 કરોડ અને માર્ચ-2025 સુધીમાં 17 કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે.