નવેમ્બર 28, 2024 2:41 પી એમ(PM)

views 28

અમેરિકાના પદનામિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના જય ભટ્ટાચાર્યને અમેરિકાની મુખ્ય જાહેર આરોગ્ય સંસ્થાના આગામી નિદેશક તરીકે નિયુક્ત કર્યા છે

અમેરિકાના પદનામિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના જય ભટ્ટાચાર્યને અમેરિકાની મુખ્ય જાહેર આરોગ્ય સંસ્થાના આગામી નિદેશક તરીકે નિયુક્ત કર્યા છે. શ્રી ભટ્ટાચાર્ય સ્ટેનફર્ડના ચિકિત્સક અને જાણીતા અર્થશાસ્ત્રી છે. નિમણૂક બાદ તેઓ વિશ્વની સૌથી મોટી બાયો-મેડિકલ સંશોધન સંસ્થા રાષ્ટ્રીય આરોગ્ય સંસ્થાનું નેતૃત્વ કરશે. પશ્ચિમ બંગાળના કોલકાતામાં જન્મેલા શ્રી ભટ્ટાચાર્ય અમેરિકામાં સ્થળાંતરિત થયા હતા.

સપ્ટેમ્બર 26, 2024 7:16 પી એમ(PM)

views 25

અમેરિકા, ફ્રાંસ અને તેમના સાથી દેશોએ ઈઝરાયેલ અને હિજબુલ્લાહ વચ્ચેની લડાઈ વધુ ઘાતક બનતા તત્કાળ અમલમાં આવે તે રીતે 21 દિવસનો યુદ્ધ વિરામ અમલમાં મુકવાની અપીલ કરી

અમેરિકા, ફ્રાંસ અને તેમના સાથી દેશોએ ઈઝરાયેલ અને હિજબુલ્લાહ વચ્ચેની લડાઈ વધુ ઘાતક બનતા તત્કાળ અમલમાં આવે તે રીતે 21 દિવસનો યુદ્ધ વિરામ અમલમાં મુકવાની અપીલ કરી છે. અમેરિકા, યુરોપિયન સંઘ અને આરબ દેશોએ પણ સંયુક્ત રીતે બહાર પાડેલા નિવેદનમાં ઇઝરાયેલ અને લેબનોન સરકારને હંગામી ધોરણે તત્કાળ યુદ્ધ વિરામ જાહેર કરવાની અપીલ કરાઈ છે. અમેરિકાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, લેબનોનમાં 21 દિવસનો યુદ્ધ વિરામ જો અમલમાં આવે તો છેલ્લા કેટલાંક મહિનાથી ગાઝા વિસ્તારમાં ચાલી રહેલ લડાઈમાં સંઘર્ષ વિરામની તકો ઉજળી બનશે. ઉ...

સપ્ટેમ્બર 21, 2024 10:15 એ એમ (AM)

views 36

પ્રધાનમંત્રી મોદી અમેરિકા જવા રવાના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે જવા રવાના થયા છે. તા.21થી 23 સપ્ટેમ્બર સુધીના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદી ક્વાડ સંગઠનની શિખર બેઠકમાં ભાગ લેશે, તેમજ સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતે યોજાનારી આવનારા સમય અંગેની બેઠકમાં સંબોધન કરશે. પ્રધાનમંત્રી અમેરિકા પ્રવાસ માટે આજે વહેલી સવારે રવાના થયા છે. અમેરિકાના ડેલવેરે ખાતે યોજાનારી ક્વાડ સંગઠનની શિખર બેઠકમાં તેઓ ભાગ લેશે. આ પ્રસંગે તેઓ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેન અને અન્ય મહાનુભાવો સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. ત્યાર બાદ તેઓ ન્યૂ...

સપ્ટેમ્બર 19, 2024 2:29 પી એમ(PM)

views 27

અમેરિકાનાં પ્રમુખપદની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તેઓ આવતા સપ્તાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે

અમેરિકાનાં પ્રમુખપદની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તેઓ આવતા સપ્તાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. મિશિગનના ફ્લિન્ટ ખાતે એક પ્રચાર ઝૂંબેશમાં ટ્રમ્પે આ જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી મોદીની 21થી 23 સપ્ટેમ્બરની અમેરિકાની મુલાકાત દરમિયાન ટ્રમ્પ શ્રી મોદી સાથે મુલાકાત કરે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ 2017થી 2021 દરમિયાન અમેરિકાના પ્રમુખ હતા ત્યારે શ્રી મોદી સાથે તેમના મજબૂત અંગત સંબંધો હતા. બંને નેતા વચ્ચેનાં સંબંધોને કારણે સંરક્ષણ અને ...

સપ્ટેમ્બર 13, 2024 2:38 પી એમ(PM)

views 25

અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રમાં કાયમી સભ્યપદ માટે ભારતને ટેકો આપવાનો પુનરોચ્ચાર કર્યો

અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર સલામતી સમિતિમાં ભારતના કાયમી સભ્યપદ માટે તેના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સલામતી સમિતિમાં સુધારા માટે ટેક્સ્ટ-આધારિત વાટાઘાટોને પણ અમેરિકાએ સમર્થન આપ્યું છે. કેટલાક દેશો વચ્ચે મતભેદને કારણે ચર્ચા અટકી ગઈ છે.સંયુક્ત રાષ્ટ્રસંઘમાં અમેરિકાના કાયમી પ્રતિનિધિ લિન્ડા થોમસ-ગ્રીનફિલ્ડે જણાવ્યું હતું કે યુ.એસ. જનરલ એસેમ્બલીના મત માટેના ઠરાવનો મુસદ્દો તૈયાર કરવા, તેને સુધારવા માટે અને યુએન ચાર્ટરમાં સંભવિત સુધારો કરવા માટે અન્ય રાષ્ટ્રો સાથે કામ કરવા તૈયાર છે.

સપ્ટેમ્બર 6, 2024 2:34 પી એમ(PM)

views 52

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જૉ બાઈડેનના પુત્ર હન્ટર બાઈડેનને કરચોરી મામલે તમામ નવ આરોપમાં દોષી ઠેરવવામાં આવ્યા

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જૉ બાઈડેનના પુત્ર હન્ટર બાઈડેનને કરચોરી મામલે તમામ નવ આરોપમાં દોષી ઠેરવવામાં આવ્યા છે. આ પહેલા હન્ટર બાઈડેને વર્ષ 2016થી 2019 દરમિયાન 10 લાખ 40 હજાર ડૉલરનો આવકવેરો જાણી જોઈને ન આપવાના આરોપનો ઇનકાર કર્યો હતો. માધ્યમોના જણાવ્યા મુજબ, ન્યાયાધીશ માર્ક સ્કાર્સીએ કહ્યું, હન્ટર બાઈડેનને વધુને વધુ 15 વર્ષની કેદ અને 5 થી 10 લાખ ડૉલર સુધીનો દંડ થશે. આગામી 16 ડિસેમ્બરે હન્ટર બાઈડેનની સજા શરૂ થશે. ત્રણ મહિના પહેલા હન્ટર બાઈડન બંદૂક રાખવા અને માદક દવાઓના ઉપયોગ સંબંધિત આરોપોના એક અલગ ક...

ઓગસ્ટ 26, 2024 3:45 પી એમ(PM)

views 71

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અમેરિકાના પ્રવાસના અંતિમ દિવસે ગઈ કાલે ટેનેસ્સીનાં મેમ્ફસિસ રાષ્ટ્રીય નાગરિક અધિકાર સંગ્રહાલયની મુલાકાત લીધી હતી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અમેરિકાના પ્રવાસના અંતિમ દિવસે ગઈ કાલે ટેનેસ્સીનાં મેમ્ફસિસ રાષ્ટ્રીય નાગરિક અધિકાર સંગ્રહાલયની મુલાકાત લીધી હતી અને ભારતીય સમુદાય સાથે વાતચીત કરી હતી. મેમ્ફસિસ, એટલાન્ટા અને નેશવિલેના ભારતીય મૂળનાં લોકો સાથેની મુલાકાતમાં શ્રી સિંહે સમાજ, વિજ્ઞાન અને અર્થતંત્રમાં ભારતીય સમુદાયની સિધ્ધિઓ અને તેમનાં પ્રદાનની પ્રશંસા કરી હતી. તેમણે ભારતીય મૂળનાં લોકોને ભારત અને અમેરિકા વચ્ચેના જીવંત સેતુ તરીકે ગણાવ્યા હતા. રાષ્ટ્રીય નાગરિક અધિકાર સંગ્રહાલયમાં 17મી સદીમાં અમેરિકાનાં નાગરી...

ઓગસ્ટ 6, 2024 2:37 પી એમ(PM)

views 45

અમેરિકાએ માનવતાવાદી વલણ અંતર્ગત યુક્રેનને 3.9 અબજ ડોલર એટલે કે 300 કરોડથી વધુની નાણાકીય સહાય મોકલાવી

અમેરિકાએ માનવતાવાદી વલણ અંતર્ગત યુક્રેનને 3.9 અબજ ડોલર એટલે કે 300 કરોડથી વધુની નાણાકીય સહાય મોકલાવી છે. આ સહાય અંગે યુક્રેનના નાણા પ્રધાન સેર્ગીમાર્ચેન્કોએ જણાવ્યું હતું કે, આ ગ્રાન્ટ યુક્રેનની સરકારને દેવાના બોજમાં વધારો કર્યા વિના સામાજિક અને માનવતાવાદી ખર્ચને પહોંચી વળવામાં મદદ કરશે. આ ભંડોળ શિક્ષકો, બચાવકર્તાઓ અને જાહેર કર્મચારીઓ માટે વેતનના નાણાં માટે અને આંતરિક રીતે વિસ્થાપિત વ્યક્તિઓ, ઓછી આવક ધરાવતા પરિવારો અને વિકલાંગ લોકોને સહાય ચૂકવવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. ફેબ્રુઆરી 2022 થી, યુક...

ઓગસ્ટ 5, 2024 2:26 પી એમ(PM)

views 22

અમેરિકાના સ્ટેટ સેક્રેટરીએ જી7 દેશના વિદેશ મંત્રીઓને, ઇરાન અને હિજબુલ્લાહ દ્વારા ઇઝરાયેલ પર હુમલા વિશે ચેતવણી આપી

પશ્ચિમ એશિયામાં તણાવની સ્થિતિ વધી શકે છે, અમેરિકાના સ્ટેટ સેક્રેટરી એન્ટોની બ્લિન્કને જી7 દેશના વિદેશ મંત્રીઓને, ઇરાન અને હિજબુલ્લાહ દ્વારા ઇઝરાયેલ પર હુમલા વિશે ચેતવણી આપી છે. અકાશવાણીના અમારા સંવાદદાતા જણાવે છે કે બ્લિન્કન અને જી7 દેશના મંત્રીઓ વચ્ચેના એક ફોન કોલ પ્રમાણે અમેરિકાનું માનવું છે કે ઇરાન અને હિજબુલ્લાહ ગમે ઘડીએ સાથે મળીને ઇઝરાયેલ પર હુમલો કરી શકે છે. જોકે આ હુમલો કયા પ્રકારનો હોઈ શકે છે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. આ પૂર્વે બ્લિન્કને તણાવને ઓછા કરવાના પ્રયાસો માટે પોતાના જીસીસી સમકક્ષ...

ઓગસ્ટ 2, 2024 2:14 પી એમ(PM)

views 27

અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બાઇડને ઈરાનના તમામ જોખમો સામે ઈઝરાયેલની સુરક્ષા માટે પ્રતિબદ્ધતાની પુનઃ પુષ્ટિ કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બાઇડને ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ સાથે ટેલિફોન પર વાત કરતા ઇઝરાયેલ વિરુદ્ધ ઇરાનના જોખમનો સામનો કરવા અમેરિકી સૈન્ય મોકલવા મુદ્દે ચર્ચા કરી હતી. વ્હાઇટ હાઉસે એક નિવેદનમા જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ બાઇડને આંતકવાદી સંગઠન હમાસ, હિજબુલ્લાહ અને હૈતી સહિત ઇરાનના તમામ જોખમો સામે ઇઝરાયેલની સુરક્ષા માટે પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી છે. રાષ્ટ્રપતિ બાઇડને ગાઝા પટ્ટીમાં તણાવને ઓછો કરવાના પ્રયાસોના મહત્વ ઉપર પણ ભાર મૂક્યો હતો. દરમિયાન બુધવારે તહેરાનમાં હમાસના નેતા ઇસ્માઇલ હનિ...