ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 7, 2025 9:21 એ એમ (AM)

printer

SVPI એરપોર્ટને ગ્રાહકોના શ્રેષ્ઠત્તમ અનુભવ માટે પ્રતિષ્ઠિત ACI લેવલ-4 માન્યતા પ્રાપ્ત

SVPI એરપોર્ટને ગ્રાહકોના શ્રેષ્ઠત્તમ અનુભવ માટે પ્રતિષ્ઠિત ACI લેવલ-4 માન્યતા પ્રાપ્ત.અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ ગ્રાહક સેવામાં શ્રેષ્ઠતાની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પર પહોંચ્યું છે. SVPI એરપોર્ટને એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ (ACI) દ્વારા એરપોર્ટ ગ્રાહકોને ઉત્કૃષ્ટ અનુભવ પ્રદાન કરવા બદલ પ્રતિષ્ઠિત લેવલ ૪ માન્યતા પ્રાપ્ત થઈ છે, મે ૨૦૨૪માં પ્રાપ્ત થયેલા લેવલ ૩ માન્યતાથી તેમાં નોંધપાત્ર અપગ્રેડ છે. આ માન્યતા SVPI એરપોર્ટને વૈશ્વિક સ્તરે પસંદગીના એરપોર્ટ જૂથમાં અને ભારતમાં ત્રીજા સ્થાને મૂકે છે. જે મુસાફરોના અનુભવને અપગ્રેડ કરવાની અસાધારણ પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ માન્યતા એરપોર્ટ સંસ્કૃતિ, શાસન, સંચાલન સુધારણા, માપન, ગ્રાહક વ્યૂહરચના અને ગ્રાહક સમજણ સહિત અનેક પરિમાણોનું મૂલ્યાંકન કરે છે. છેલ્લા એક વર્ષમાં SVPI એરપોર્ટે ટેકનોલોજીકલ નવીનતા, માળખાગત વિકાસ અને મુસાફરોની સંલગ્નતામાં વધારો કરવા ઘણી પહેલો અમલમાં મૂકી છે. આ પ્રયાસોએ મુસાફરી અનુભવ અને કાર્યકારી કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો કર્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ