રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ 2024માં હરિયાણાના ગુરુગ્રામમાં બે ક્લબમાં બોમ્બ હુમલા સંબંધિત કેસમાં આતંકવાદી ગોલ્ડી બ્રાર સહિત પાંચ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. NIAએ કેનેડા સ્થિત ગોલ્ડી બ્રાર, સચિન તાલિયાન, અંકિત, ભાવિશ અને યુએસ સ્થિત રણદીપ સિંહ પર ભારતીય ન્યાય સંહિતા આર્મ્સ એક્ટ, એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટની વિવિધ કલમો હેઠળ આરોપ મૂક્યો છે.ગોલ્ડી બ્રાર અને રણદીપ મલિક સિવાય, આ કેસમાં અન્ય તમામની ધરપકડ કરવામાં આવી છે. NIAની તપાસ મુજબ, આ આતંકવાદી વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે સામેલ છે જેમાં આતંકવાદી ભંડોળ એકત્ર કરવું, વિસ્ફોટકો અને શસ્ત્રો અને દારૂગોળો મેળવવો અને દેશની અખંડિતતા, સુરક્ષા અને સાર્વભૌમત્વને જોખમમાં મૂકવા સહિતની પ્રવૃતિઓ સામેલ છે.
Site Admin | જૂન 8, 2025 10:17 એ એમ (AM)
NIAએ 2024માં હરિયાણાના ગુરુગ્રામમાં બે ક્લબમાં બોમ્બ હુમલા સંબંધિત કેસમાં આતંકવાદી ગોલ્ડી બ્રાર સહિત પાંચ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી
