ઓક્ટોબર 17, 2025 3:17 પી એમ(PM)

printer

ICC મહિલા ક્રિકેટ વિશ્વ કપમાં આજે શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો

ICC મહિલા ક્રિકેટ વિશ્વ કપમાં આજે શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાશે. આ મેચ બપોરે 3 વાગ્યે શરૂ થશે. હવામાન અહેવાલો અનુસાર, હળવા વરસાદના કારણે રમતમાં વિક્ષેપ પડી શકે છે.
દરમિયાન, ઓસ્ટ્રેલિયાએ ગઈકાલે રાત્રે વિશાખાપટ્ટનમમાં બાંગ્લાદેશ પર 10 વિકેટથી વિજય મેળવીને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ચાર પોઈન્ટ સાથે અને ગ્રુપ A માં બીજા સ્થાને રહેલ ભારત રવિવારે એક મહત્વપૂર્ણ મેચમાં ઈન્દોરમાં ઈંગ્લેશ સામે ટકરાશે.