ઇન્ડિયન પ્રીમિયર લીગ- I.P.L. ટી-ટ્વેન્ટી ક્રિકેટમાં આજે ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી મૅચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.
ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને 100 રનથી પરાજય આપ્યો. મુંબઈએ રાજસ્થાનને જીતવા 218 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં રાજસ્થાનની ટીમ 117 રનમાં ઑલ-આઉટ થઈ ગઈ હતી. રાજસ્થાન માટે જોફ્રા આર્ચરે સૌથી વધુ 30 રન બનાવ્યા. જ્યારે મુંબઈ માટે ટ્રેન્ટ બૉલ્ટ અને કર્ણ શર્માએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.
આ પહેલા રાજસ્થાને ટૉસ જીતીને મુંબઈની ટીમને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું. મુંબઈએ 20 ઑવરમાં બે વિકેટ ગુમાવી 217 રન બનાવ્યા. મુંબઈ તરફથી રયાન રિકેલ-ટને સૌથી વધુ 61 રન બનાવતા તેમને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરાયા હતા. દરમિયાન રાજસ્થાનના મહીશ તિક્ષના અને રિયાન પરાગે એક-એક વિકેટ લીધી હતી.
Site Admin | મે 2, 2025 3:21 પી એમ(PM)
I.P.L.માં આજે ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો
