ભારતના કુલ ચીજવસ્તુ અને સેવા કર-GSTની વસૂલાતે સતત બીજા મહિને મે માં ₹2 લાખ કરોડનો આંકડો વટાવ્યો છે. કેન્દ્રીય નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, મે મહિનામાં કુલ જીએસટી વસૂલાત 2 લાખ 1 કરોડ રૂપિયા હતી, જે મે 2024માં એકત્ર કરવામાં આવેલા 1 લાખ 72 હજાર કરોડ રૂપિયાની સરખામણીમાં 16.4 ટકા વધારે છે.
એપ્રિલ 2025માં ભારતનું જીએસટી કલેક્શન 12.6 ટકા વધીને 2.37 લાખ કરોડ રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું હતું.
મે મહિનામાં વાર્ષિક વૃદ્ધિ આયાત પરની જીએસટી વસૂલાતમાં 25.2 ટકા અને સ્થાનિક વ્યવહારોમાં 13.7 ટકાના વધારાને કારણે થઈ હતી. આયાતમાંથી કુલ જીએસટી આવક 51 હજાર 266 કરોડ રૂપિયા અને સ્થાનિક વ્યવહારોમાંથી દોઢ લાખ કરોડ રૂપિયાનું યોગદાન રહ્યું હતું.
Site Admin | જૂન 1, 2025 7:37 પી એમ(PM)
GSTની વસૂલાતે સતત બીજા મહિને 2 લાખ કરોડ રૂપિયાનો આંકડો વટાવ્યો
