ભારતીય ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ આજથી સિંગાપોરની 3 દિવસની મુલાકાતે. ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝ દ્વારા દર વર્ષે યોજાતા શાંગરી-લા ડાયલોગના 22મા સંસ્કરણમાં હાજરી આપશે.
શાંગરી-લા ડાયલોગ એશિયાનું મુખ્ય સંરક્ષણ અને સુરક્ષા સમિટ છે જે વિશ્વભરના સંરક્ષણ પ્રધાનો, લશ્કરી વડાઓ, નીતિ નિર્માતાઓ અને વ્યૂહાત્મક નિષ્ણાતોને એકત્ર કરે છે. આ કાર્યક્રમમાં 40 દેશોના નેતાઓ ઇન્ડો-પેસિફિક સુરક્ષા પડકારોને સંબોધિત કરશે. આ મુલાકાતો સંરક્ષણ સહયોગને મજબૂત કરવા, પરસ્પર સુરક્ષા હિતોની ચર્ચા કરવા અને ભારત-પ્રશાંત ક્ષેત્રમાં ભારતની વ્યૂહાત્મક ભાગીદારીને વધારવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે.
આ મુલાકાત દરમિયાન જનરલ ચૌહાણ, વિશ્વના અનેક દેશના સંરક્ષણ દળોના વડાઓ અને વરિષ્ઠ લશ્કરી નેતૃત્વ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે.સી.ડી.એસ એકેડેમિયા, થિંક ટેન્ક અને સંશોધકોને સંબોધિત કરશે અને ‘ભવિષ્યના યુદ્ધો અને યુદ્ધ’ વિષય પર વક્તવ્ય આપશે.
તેઓ આ કાર્યક્રમના ભાગ રૂપે એક સાથે યોજાનારા ખાસ સત્રોમાં પણ ભાગ લેશે અને ‘ભવિષ્યના પડકારો માટે સંરક્ષણ નવીનતા ઉકેલો’ વિષય પર સંબોધન કરશે. જનરલ ચૌહાણની મુલાકાત આવતા મહિનાની 1લી તારીખે પૂર્ણ થશે.
Site Admin | મે 30, 2025 8:11 એ એમ (AM)
CDS જનરલ અનિલ ચૌહાણ આજથી ત્રણ દિવસની સિંગાપોરની મુલાકાતે જશે
