26-મી ઍશિયન ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીઓએ ભવ્ય પ્રદર્શન કરી ચીન બાદ બીજા સ્થાને રહ્યા છે. દક્ષિણ કૉરિયાના ગુમી ખાતે આઠ સુવર્ણ, 10 રજત અને છ કાંસ્ય સહિત કુલ 24 ચંદ્રક જીતીને ભારતે ઍશિયન ઍથ્લેટિક્સમાં પોતાની વધતી પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરી.ભવ્ય પ્રદર્શન કરનારા ખેલાડીઓમાં ગુલવીર સિંઘ પણ સામેલ છે. ચૅમ્પિયનશિપની એક જ આવૃત્તિમાં બે સુવર્ણ ચંદ્રક જીતનારા પહેલા ભારતીય બનીને તેમણે ઇતિહાસ રચ્યો. 26 વર્ષના સૈન્યના ખેલાડીએ પહેલા દિવસે 10 હજાર મીટર અને ત્યારબાદ પાંચ હજાર મીટર સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો.
Site Admin | જૂન 2, 2025 10:44 એ એમ (AM)
26-મી ઍશિયન ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીઓએ ભવ્ય પ્રદર્શન કરી ચીન બાદ બીજા સ્થાને રહ્યા
