22મી જૂને યોજાનાર રાજ્યની આઠ હજાર 326 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે અંતિમ દિવસ છે. ચાર હજાર 688 ગ્રામ પંચાયતમાં સામાન્ય, વિભાજન અને મધ્યસત્ર ચૂંટણીઓ, જ્યારે ત્રણ હજાર 638 ગ્રામ પંચાયતોમાં પેટાચૂંટણીઓ યોજાશે.આવતી કાલે ઉમેદવારી પત્રોની ચકાસણી કરાશે, જ્યારે 11 જૂન ઉમેદવારી પત્રો પરત ખેંચવાની અંતિમ તારીખ છે. 22 જૂને મતદાન અને 25 જૂને પરિણામ જાહેર થશે.દરમિયાન, ૧૯ જૂનના રોજ યોજાનારી કડી વિધાનસભા પેટાચૂંટણી માટે ૯૩ જેટલા સર્વિસ વોટરને ETPBMS- ઇલેકટ્રોનીક ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ મારફતે ઈ -પોસ્ટલ બેલેટ મોકલવામાં આવ્યા છે. જિલ્લા કે રાજયની બહાર સરકારી સેવામાં ફરજ બજાવતા નાગરિકો મતદાનથી વંચિત ન રહે એ માટે આ સુવિધા આપવામાં આવે છે.
Site Admin | જૂન 9, 2025 9:59 એ એમ (AM)
22મી જૂને યોજાનાર ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે અંતિમ દિવસ
