સપ્ટેમ્બર 21, 2025 7:15 પી એમ(PM)

views 18

રાજ્યમાં લોકો મોડી રાત સુધી ગરબા રમી શકશે – સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત

રાજ્યમાં આ વખતે લોકો મોડી રાત સુધી ગરબા રમી શકશે. સુરતમાં પત્રકાર પરિષદને સંબોધતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, આ માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવા રાજ્ય પોલીસના તમામ જિલ્લા વડા અને શહેરના વડાઓને સૂચના અપાઈ છે. શ્રી સંઘવીએ ગરબા આયોજકોને તમામ વ્યવસ્થા કરવા જણાવ્યું તેમજ કોઈની પણ ભક્તિને ખલેલ પહોંચે તે...

સપ્ટેમ્બર 21, 2025 7:14 પી એમ(PM)

views 33

દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી

હવામાન ખાતાએ આવતીકાલે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની આગાહી કરી છે. જોકે, માછીમારો માટે કોઈ ચેતવણી નથી. દરમિયાન રાજ્યમાં આજે કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો. સાંજે ચાર વાગ્યા સુધીમાં 47 તાલુકામાં વરસાદના અહેવાલ છે. સૌથી વધુ ...

સપ્ટેમ્બર 21, 2025 7:13 પી એમ(PM)

views 21

ઍશિયા કપ ટી-20 ક્રિકેટમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં મુકાબલો

ઍશિયા કપ ટી-20 ક્રિકેટના સુપર ચાર મુકાબલામાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મૅચ રમાશે. ભારતીય સમય મુજબ દુબઈમાં આ મૅચ રાત્રે આઠ વાગ્યે શરૂ થશે. બંને દેશ વચ્ચે અત્યાર સુધી રમાયેલી 14 મૅચમાંથી ભારતે 11 મૅચ જીતી છે. જ્યારે આ પહેલા ગૃપ તબક્કામાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું.

સપ્ટેમ્બર 21, 2025 7:57 પી એમ(PM)

views 44

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ત્રિપુરા મુલાકાત માટેની તૈયારીઓ પૂર્ણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ત્રિપુરા મુલાકાત માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે, તેઓ આવતીકાલે પ્રસાદ યોજના હેઠળ માતા ત્રિપુરા સુંદરી મંદિર સંકુલમાં નવા વિકસિત માળખાગત સુવિધાઓ અને વિવિધ સૌંદર્યકરણ કાર્યોનું ઉદ્ઘાટન કરશે. આ અંગે પોલીસ મહાનિરીક્ષક ઇપ્પર મંચકે જણાવ્યું હતું કે, મંદિર પરિસરમાં અને તેની આસપાસ...

સપ્ટેમ્બર 21, 2025 3:50 પી એમ(PM)

views 56

રાજ્યમાં આજે કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદ નોંધાયો.

રાજ્યમાં આજે કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદ નોંધાયો. બપોરે 2 વાગ્યા સુધી 36 તાલુકામાં વરસાદના અહેવાલ છે. સૌથી વધુ દોઢ ઇંચ જેટલો વરસાદ ભરૂચના હાંસોટ તાલુકામાં થયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 110 ટકા જેટલો વરસાદ થઈ ગયો છે. સત્તાવાર યાદી મુજબ, રાજ્યના 116 બંધ 100 ટકા ભરાઈ ગયા છે. ...

સપ્ટેમ્બર 21, 2025 3:49 પી એમ(PM)

views 24

આજે અમદાવાદના વસ્ત્રાપુર તળાવ ખાતે યોજાયેલી મૅરેથોનને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રસ્થાન કરાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દેશમાં એકસાથે 75 સ્થળે નમો યુવા રન મેરેથોન યોજાઇ. આજે અમદાવાદના વસ્ત્રાપુર તળાવ ખાતે યોજાયેલી આ મૅરેથોનને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું. સુરતમાં પણ નશામુક્ત ભારત અભિયાન હેઠળ યોજાયેલી મૅરેથૉનમાં 10 હજાર જેટલા યુવાનો જોડાયા. કેન્દ્રશાસ...

સપ્ટેમ્બર 21, 2025 3:48 પી એમ(PM)

views 16

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસથી એક સપ્તાહ સુધી “ચલો જીતે હૈ” ફિલ્મ રાજ્યના દરેક સિનેમાગૃહમાં નિઃશુલ્ક દર્શાવવામાં આવી રહી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસથી એક સપ્તાહ સુધી "ચલો જીતે હૈ" ફિલ્મ રાજ્યના દરેક સિનેમાગૃહમાં નિઃશુલ્ક દર્શાવવામાં આવી રહી છે. દર્શકો આ ફિલ્મથી પ્રેરણા લઈ તેની પ્રશંસા કરી રહ્યા છે.

સપ્ટેમ્બર 21, 2025 3:47 પી એમ(PM)

views 21

કચ્છમાં આજે બે વખત ભૂકંપના આંચકાઓ અનુભવાયા

કચ્છમાં આજે બે વખત ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે. પહેલો ભૂકંપ સવારે છ વાગ્યેને 41 મિનિટે આવ્યો હતો. રૅક્ટર સ્કેલ પર 2.6ની તીવ્રતાના આ ભૂકંપનું કેન્દ્ર બિન્દુ ધોળાવીરાથી 24 કિલોમીટર દૂર નોંધાયું હતું. જ્યારે બપોરે 12 વાગ્યેને 41 મિનિટે પણ ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. રૅક્ટર સ્કેલ પર 3.1ની તીવ્રતાના આ ભૂ...

સપ્ટેમ્બર 21, 2025 2:18 પી એમ(PM)

views 18

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે પાંચ વાગે દેશને સંબોધિત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે દેશને સંબોધિત કરશે. પ્રધાનમંત્રીનું આ સંબોધન સાંજે પાંચ વાગે શરૂ થશે. પ્રધાનમંત્રી કચેરીના સત્તાવાર સોશિયલ મીડિયા સંદેશમાં આ અંગે માહિતી આપવામાં આવી.

સપ્ટેમ્બર 21, 2025 2:15 પી એમ(PM)

views 35

અમેરિકાના ચેમ્બર ઓફ કોમર્સે ટ્રમ્પના H-1B વિઝા માટેની અરજી ફી વધારીને 1 લાખ ડોલર કરવાના નિર્ણય પર ચિંતા વ્યક્ત કરી

અમેરિકાના ચેમ્બર ઓફ કોમર્સે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના H-1B વિઝા માટેની અરજી ફી વધારીને એક લાખ ડોલર કરવાના નિર્ણય પર ચિંતા વ્યક્ત કરી છે. વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તે નવા H-1B વિઝા નિયમોની કર્મચારીઓ, તેમના પરિવારો અને નોકરીદાતાઓ પર પડતી અસર અંગે ચિંતિત છે. વધુમાં કહ્યું કે તે વહીવટીત...