પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિકસિત ભારત તરફની સફરમાં મહિલાઓ દ્વારા ભજવવામાં આવતી પરિવર્તનકારી ભૂમિકા પર પ્રકાશ પાડ્યો, જેમાં છેલ્લા 11 વર્ષમાં મહિલાઓના નેતૃત્વના વિકાસ પર ભાર મૂક્યો. કેન્દ્રમાં NDA સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં, શ્રી મોદીએ કહ્યું કે વિજ્ઞાન, શિક્ષણ, રમતગમત, સ્ટાર્ટઅપ્સ અને સશસ્ત્ર દળો સહિત તમામ ક્ષેત્રોમાં મહિલાઓ શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે અને અન્યને પ્રેરણા આપી રહી છે.
સોશિયલ મીડિયા સંદેશમાં, પ્રધાનમંત્રીએ નોંધ્યું કે NDA સરકારે સ્વચ્છ ભારત અભિયાન દ્વારા ગૌરવ સુનિશ્ચિત કરવું, જન ધન ખાતાઓ દ્વારા નાણાકીય સમાવેશ અને પાયાના સ્તરે સશક્તિકરણના સમાવેશ સાથે મહિલાઓના નેતૃત્વને ફરી વ્યાખ્યાયિત કર્યો છે. તેમણે ધુમાડામુક્ત રસોઇની ઉજ્જવલા યોજનાને એક સીમાચિહ્નરૂપ ગણાવી હતી
શ્રી મોદીએ જણાવ્યું મુદ્રા લોનથી લાખો મહિલાઓ ઉદ્યોગસાહસિક બની અને સ્વતંત્ર રીતે તેમના સપનાઓને સાકાર કરી શકી. PM આવાસ યોજના હેઠળ મહિલાઓના નામે ઘરોની જોગવાઈએ તેમની સુરક્ષા અને સશક્તિકરણની ભાવના પર થયેલી નોંધપાત્ર અસરને પણ વર્ણવી હતી. રાષ્ટ્રીય ચળવળ તરીકે લેખાવીને પ્રધાનમંત્રીએ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનને પણ યાદ કર્યું,
Site Admin | જૂન 8, 2025 1:58 પી એમ(PM)
11 વર્ષના NDA સરકારના શાસન દરમિયાન નારી શક્તિના વિકાસને પ્રધાનમંત્રીએ ઉત્તમ કામગીરી વાળો અને પ્રેરણાદાયક ગણાવ્યો
