ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 13, 2025 8:58 એ એમ (AM)

printer

108 ઇમરજન્સી સેવાએ આજે હોળીનાં દિવસે ઈમરજન્સી કેસોમાં સામાન્ય કરતા 3.5 ટકા વધારો થવાની સંભાવના વ્યક્ત

108 ઇમરજન્સી સેવાએ આજે હોળીનાં દિવસે ઈમરજન્સી કેસોમાં સામાન્ય કરતા 3.5 ટકા એટલે કે ત્રણ હજાર 870 કેસનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે, જ્યારે ધુળેટીના દિવસે 30 ટકા એટલે કે ચાર હજાર 851 કેસનો વધારો થશે.
108 ઇમરજરન્સી સેવાની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, મુખ્ય રીતે, માર્ગ અકસ્માતો અને ટ્રોમા સંબંધિત ઈમર્જન્સી કેસમાં વધારો થવાની સંભાવના છે.
હોળીના દિવસે માર્ગ અકસ્માતમાં 36.10 ટકા અને ધુળેટીના દિવસે 89 ટકાનો વધારો થવાની સંભાવના છે. આ જ રીતે હોળીના દિવસે શારીરિક હુમલાના કેસોમાં 73 ટકા અને ધુળેટીના દિવસે 244 ટકાનો વધારો થવાની શક્યતા છે.
મહીસાગર જિલ્લામાં હોળી તેમજ ધુળેટીના પર્વ ધ્યાનમાં રાખીને જિલ્લામાં ઈમરજન્સી કેસને પહોંચી વળવા માટે 108 સેવાને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ