ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 30, 2024 2:29 પી એમ(PM)

printer

હાયલો ઓપન 2024 બેડમિન્ટન સ્પર્ધામાં આજે 11 ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ જર્મનીમાં પોતાના સફરની શરૂઆત કરશે

હાયલો ઓપન 2024 બેડમિન્ટન સ્પર્ધામાં આજે 11 ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ જર્મનીમાં પોતાના સફરની શરૂઆત કરશે .
મેન્સ સિંગલ્સમાં, ભારતના આયૂષ શેટ્ટી, ફિનલેન્ડના જોકિમ ઓલ્ડોર્ફ સામે જ્યારે એસ. શંકર મુથુસામી સુબ્રમણ્યન, ઈંગ્લેન્ડના હેરી હુઆંગ સામે સતિષ કુમાર અને ચિરાગ સેન, બંને ભારતીય ખેલાડીઓ સામસામે રમશે, અને થરુણ મન્નેપલ્લી રોમાનિયાના કોલિન્સ વેલેન્ટાઇન ફિલિમોન સામે સ્પર્ધા કરશે.
વિમેન્સ સિંગલ્સમાં, કેયુરા મોપતિ રાઉન્ડ ઓફ 32માં ડેનમાર્કના અન્ના સીસ રાયબર્ગ સામે છે.
મિશ્ર ડબલ્સમાં, ભારતીય જોડી, સતીશ કુમાર કરુણાકરણ અને આદ્યા વરિયાથ, સ્કોટલેન્ડના એડમ પ્રિંગલ અને રશેલ એન્ડ્રુની સામે રમશે.
અગાઉ, ભારતનાં માલવિકા બંસોડએ ગઈકાલે વિમેન્સ સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં બલ્ગેરિયાની ખેલાડીને 21-6, 21-17થી હરાવ્યાં હતાં.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.