હવામાન વિભાગે આજે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર અતિભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન આજે બપોરે 12 વાગ્યા સુધીમાં ઓગણસાઈઠ તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ સવા બે ઈંચ જેટલો વરસાદ સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં નોંધાયો છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 50 ટકા જેટલો વરસાદ વરસ્યો છે.
બીજી તરફ, રાજ્યમાં હાલમાં 41 બંધ હાઈ અલર્ટ, 22 બંધ અલર્ટ અને 17 બંધ ચેતવણી પર છે. જ્યારે સરદાર સરોવર બંધની કુલ સંગ્રહ ક્ષમતા 51 ટકા સુધી પહોંચી છે. તો હવામાન વિભાગે માછીમારોને 17 જુલાઈ સુધી દરિયો ન ખેડવા સૂચના આપી છે.
Site Admin | જુલાઇ 14, 2025 3:08 પી એમ(PM)
હવામાન વિભાગ દ્વારા આજે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર અતિભારે વરસાદની આગાહી
