ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 11, 2024 2:45 પી એમ(PM)

printer

સ્કૂલ ગેમ ઓફ ઇંડિયા-SGFI દ્વારા રાજ્ય કક્ષાની ક્રિકેટ પસંદગી સ્પર્ધામાં ભાવનગરના ઋષિ ત્રિવેદીની 17થી ઓછી વયની રાજ્ય કક્ષાની ટીમમાટે પસંદગી થઈ છે

સ્કૂલ ગેમ ઓફ ઇંડિયા-SGFI દ્વારા પોરબંદરનાં દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રાજ્ય કક્ષાની ક્રિકેટ પસંદગી સ્પર્ધામાં ભાવનગરના ૧૪ વર્ષીય ઋષિ ત્રિવેદીની 17થી ઓછી વયની રાજ્ય કક્ષાની ટીમમાટે પસંદગી થઈ છે.સ્પોર્ટ્સઓથોરિટી ઓફ ગુજરાત, ગુજરાતસરકાર આયોજિત ૬૮મી અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધાના આયોજન અંતર્ગત જિલ્લાકક્ષાએ પસંદગી ચાલી રહી છે,  જેમાં ભાવનગરશહેરના આશાસ્પદ વિકેટકીપર અને બેટ્સમેન “લિટલમાસ્ટર” ઋષિ ત્રિવેદી પસંદગી પામ્યાછે. તેઓ શહેરની પ્રતિષ્ઠિત દક્ષિણામૂર્તિ ક્રિકેટ એકેડમી તથા ભરૂચ ક્લબનો આશાસ્પદખેલાડી છે.ઋષિએ અત્યારસુધીમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ૯૦ કરતા વધુ મેચ અને ટુર્નામેન્ટમાં નોંધપાત્રદેખાવ કર્યો છે.