પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ગરીબો અને વંચિતોના ઉત્થાનનો સંકલ્પ, ‘સબકા સાથ, સબકા વિકાસ’નો મંત્ર અને સેવાની ભાવના આજે સરકારની નીતિ અને પ્રતિબદ્ધતા છે. શ્રી મોદી આજે મધ્યપ્રદેશના અશોકનગરના ઈસાગઢમાં શ્રી આનંદપુર ધામમાં ઉપસ્થિત ભક્તોને સંબોધિત કરી રહ્યા હતા.
આ અગાઉ, પ્રધાનમંત્રીએ પરમહંસ અદ્વૈત સંપ્રદાયના મંદિરની મુલાકાત લીધી, મુખ્ય ગુરુને મળ્યા અને સત્સંગ કાર્યક્રમમાં ભાગ લીધો.
શ્રી મોદીએ કહ્યું કે પર્યાવરણના રક્ષણ માટે ‘એક પેડ મા કે નામ’ નામનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે વિશ્વમાં ભૌતિક પ્રગતિ વચ્ચે, યુદ્ધ, સંઘર્ષ અને માનવતા માટે માનવ મૂલ્યો સંબંધિત ઘણી ચિંતાઓ ઉભરી રહી છે.
આ પહેલા સદગુરુદેવ મહારાજે કહ્યું હતું કે ભગવાનનું નામ જ સત્ય છે, દુનિયામાં બાકીનું બધું જ અસત્ય છે. તેમણે કહ્યું કે ફક્ત મહાપુરુષોના નામ જ સાચા છે.
આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને પ્રદેશ ભાજપ પ્રમુખ વીડી શર્મા હાજર રહ્યા હતા.
Site Admin | એપ્રિલ 11, 2025 7:53 પી એમ(PM)
‘સૌનાં સાથ, સૌનાં વિકાસ’નો મંત્ર આજે સરકારની નીતિ અને પ્રતિબદ્ધતા બની છે :પ્રધાનમંત્રી મોદી