ઓક્ટોબર 16, 2025 3:25 પી એમ(PM)

printer

સુરેન્દ્રનગરમાં રાજ્યના મુખ્ય પોલીસ અધિકારી –DGP વિકાસ સહાયની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાની પરિષદનો પ્રારંભ થયો.

સુરેન્દ્રનગરમાં રાજ્યના મુખ્ય પોલીસ અધિકારી –DGP વિકાસ સહાયની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાની પરિષદનો પ્રારંભ થયો. શ્રી સહાય ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે રાજ્યના કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરશે. સાથે જ શ્રેષ્ઠ કામ કરનારા અધિકારીઓને પ્રશંસાપત્ર પણ એનાયત કરાશે. આ પરિષદ બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ વૃક્ષારોપણ કરશે.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા પોલીસ મુખ્યમથક ખાતે યોજાયેલી પરિષદમાં રાજ્યના નવ રૅન્જ I.G, ચાર પોલીસ કમિશનર, 21 જેટલા વરિષ્ઠ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે.