નવેમ્બર 27, 2024 3:14 પી એમ(PM) | દ્વારકાધીશ મંદિર

printer

સુપ્રસિધ્ધ દ્વારકાધીશ મંદિર બે મહિના માટે બંધ રહેશે તેવી અફવાને જિલ્લા કલેક્ટરે રદિયો આપ્યો

સુપ્રસિધ્ધ દ્વારકાધીશ મંદિર બે મહિના માટે બંધ રહેશે તેવી અફવાને જિલ્લા કલેક્ટરે રદિયો આપ્યો છે. જિલ્લા કલેકટર જી.ટી.પંડયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, મંદિરનાં તંત્ર દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી અને મંદિર તેનાં નિયત સમય પ્રમાણે ખુલ્લું જ રહેશે.
તેમણે જણાવ્યું કે, ભાવિકો સરળતાથી દ્વારકાધીશનાં દર્શન કરી શકે તે માટે તંત્ર વધુ વ્યવસ્થા કરી રહ્યું છે. રાત્રે ટ્રેન મારફતે આવતા શ્રધ્ધાળુઓને અગવડતા ન પડે તે માટે તંત્ર દ્વારા એર કન્ડીશન્ડ બસની વ્યવસ્થા પણ ટૂંક સમયમાં કરવામાં આવશે એમ શ્રી પંડ્યાએ જણાવ્યું હતું.