ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 6, 2024 7:00 પી એમ(PM)

printer

સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ એવા પંચમહાલના પાવાગઢ ખાતે ગત 28 ઓક્ટોબરે થયેલી ચોરીનો ભેદ ઉકેલાઇ ગયો

સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ એવા પંચમહાલના પાવાગઢ ખાતે ગત 28 ઓક્ટોબરે થયેલી ચોરીનો ભેદ ઉકેલાઇ ગયો છે. પોલીસે ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સને આધારે આરોપીની ધરપકડ કરી હતી.. આરોપી સુરતના ઉમરપાડાના નસારપુર ગામેથી ઝડપાયો હતો..
પ્રાથમિક પૂછપરછમાં આરોપી સટ્ટાખોરીની આદતવાળો હોઈ ઓનલાઈન ગેમ માં લાખો રૂપિયા હારી જતા માથે દેવું થઈ જતા ચોરી નું પગલું ભર્યું હોવાનું પોલીસને જણાવ્યું હતું.. પંચમહાલ જીલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ જણાવ્યું હતું કે આરોપી પાસેથી સોનાના છ હાર અને બે મુગટ સહિત 78 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે..