સિક્કિમના નાથૂલાથી આજથી કૈલાસ માનસરોવર યાત્રાનો પ્રારંભ થયો. રાજ્યપાલ ઓમપ્રકાશ માથુરે 36 સભ્યના સમૂહને ઝંડી બતાવી આ પવિત્ર યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. આ વર્ષે નાથૂલાથી તીર્થયાત્રીઓના કુલ 10 જૂથ કૈલાસ માનસરોવર જશે. દરેક જૂથને પવિત્ર યાત્રા પૂર્ણ કરવામાં 11થી 12 દિવસનો સમય લાગશે. યાત્રા દરમિયાન આ જૂથ સાથે તબીબ અને સરકારી અધિકારી પણ રહેશે.
Site Admin | જૂન 20, 2025 2:01 પી એમ(PM)
સિક્કિમના નાથૂલાથી આજથી કૈલાસ માનસરોવર યાત્રાનો પ્રારંભ