ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 8, 2025 1:55 પી એમ(PM)

printer

સિક્કિમનાં ચાટેનમાં ફસાયેલા 28 પ્રવાસીઓને વિશેષ હેલિકોપ્ટર દ્વારા બચાવી લેવામાં આવ્યા.

સિક્કિમમાં મંગન જિલ્લાના ચાટેનમાં ફસાયેલા 28 પ્રવાસીઓને વિશેષ હેલિકોપ્ટર દ્વારા બચાવી લેવામાં આવ્યા છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, સ્થાનિક લોકો, પ્રવાસી ટેક્સી ડ્રાઇવરો અને સરકારી અધિકારીઓની વિનંતી સ્વીકારીને ત્રણ સગીર સહિત 28 વ્યક્તિઓને સફળતાપૂર્વક બચાવી લીધા છે. આ તમામ લોકો સલામત રીતે પેક્યોંગ ગ્રીનફિલ્ડ એરપોર્ટ પહોંચી ગયા છે.
અમારા સંવાદદતા જણાવે છે કે, પ્રવાસીઓને તાત્કાલિક રીતે બહાર કાઢવા વિશેષ હોલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી. અગાઉ, શુક્રવારે પણ તમામ ફસાયેલા પ્રવાસીઓને ચાટેનથી એરલિફ્ટ કરીને બચાવી લેવાયા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ