સાબરકાંઠા જીલ્લામાં છેલ્લા ૧૦ દિવસથી વરસી રહેલા સારા વરસાદને પગલે જળાશયોની સપાટીમાં વધારો થયો છે.
ગઈ કાલ સુધીમાં સૌથી વધુ ૬૧૨૦ ક્યુસેક પાણીની આવક હાથમતી જળાશયમાં થઈ છે. ચોમાસાના પ્રારંભમાં જ જળાશયોની સપાટી વધી રહી હોવાથી ખેડુતોમાં પણ ખુશી જોવા મળી છે. જળાશયોમાં પાણીની આવક વધી રહી હોવાથી આગામી સિઝનમાં પણ ખેડુતોને સિંચાઈ માટે પુરતું પાણી મળી રહેવાની આશા છેઃ
Site Admin | જુલાઇ 4, 2025 5:31 પી એમ(PM)
સાબરકાંઠા જીલ્લામાં છેલ્લા ૧૦ દિવસથી વરસી રહેલા સારા વરસાદને પગલે જળાશયોની સપાટીમાં વધારો
