ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 5, 2025 9:22 એ એમ (AM)

printer

સાંસદોના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં વરિષ્ઠ અમેરિકન અધિકારીઓ અને કાયદા નિર્માતાઓ સાથે મુલાકાત કરી

કોંગ્રેસ નેતા શશી થરૂરના નેતૃત્વમાં ગયેલા સાંસદોના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં વરિષ્ઠ અમેરિકન અધિકારીઓ અને કાયદા નિર્માતાઓ સાથે મુલાકાત કરી. પ્રતિનિધિમંડળે તેમને સરહદ પાર આતંકવાદ અને આતંકવાદ સામેની લડાઈમાં ભારતના મજબૂત અને મક્કમ વલણ વિશે માહિતી આપી.અમેરિકન કાયદા નિર્માતાઓએ પહેલગામ આતંકવાદી હુમલાની સખત નિંદા કરી. તેમણે આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની ભાવનાથી આતંકવાદનો જવાબ આપવાના ભારતના અધિકારને સમર્થન આપ્યું. આ બહુપક્ષીય પ્રતિનિધિમંડળ યુએસ કાયદા નિર્માતાઓ, અમેરિકન થિંક ટેન્ક અને મીડિયા વ્યાવસાયિકો સાથે પણ વાતચીત કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ