ગઈકાલથી શરૂ થયેલી અમરનાથ યાત્રા યોગ્ય રીતે ચાલી રહી છે. યાત્રા ગઈકાલે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં પહલગામ અને મધ્ય કાશ્મીરના ગંદરબલ જિલ્લાના બાલતાલથી વિધિવત્ રીતે શરૂ થઈ. ત્રણ હજાર તીર્થયાત્રિનું પહેલું જૂથ પહલગામના માર્ગે ચંદનવાડી માટે રવાના થયું અને બાલતાલ શિબિરથી સાત હજાર 700થી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફા માટે રવાના થયા.
અધિકારીઓએ જણાવ્યું, સવારે 10 વાગ્યા સુધી ત્રણ હજાર 200થી વધુ શ્રદ્ધાળુઓએ બાલતાલના રસ્તાથી પહોંચી પવિત્ર ગુફાના દર્શન કર્યા. તીર્થયાત્રીઓ બંને માર્ગ પર સુરક્ષા વ્યવસ્થા અને અન્ય વ્યવસ્થાથી સંતુષ્ટ હતા. દરમિયાન જમ્મુના ભગવતીનગર આધાર શિબિરથી આજે સવારે 291 વાહનોમાં છ હજારથી વધુ શ્રદ્ધાળુઓનું પહેલું જૂથ રવાના થયું. તેઓ આજે સાંજે પવિત્ર ગુફા સુધી પહોંચશે.
Site Admin | જુલાઇ 4, 2025 1:10 પી એમ(PM)
સવારે 10 વાગ્યા સુધી ત્રણ હજાર 200થી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર અમરનાથ ગુફાના દર્શન કર્યા
