ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 10, 2025 7:46 પી એમ(PM)

printer

સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને બિહારમાં મતદાર યાદીઓના વિશેષ સઘન પુનઃનિરીક્ષણ-SIRને ચાલુ રાખવા મંજૂરી આપી

સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને બિહારમાં મતદાર યાદીઓના વિશેષ સઘન પુનઃનિરીક્ષણ-SIRને ચાલુ રાખવા મંજૂરી આપી છે. જોકે, અદાલતે ચૂંટણી પંચને કહ્યું કે, ન્યાયના હિતમાં, તેમણે સુધારણા પ્રક્રિયા દરમિયાન આધાર, રેશન કાર્ડ અને મતદાર ઓળખ કાર્ડ જેવા મુખ્ય ઓળખ દસ્તાવેજો સ્વીકારવાનું પણ વિચારવું જોઈએ. બિહારમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીઓનું સંશોધન બંધારણના આદેશમાં હોવાનું અવલોકન કરતી વખતે, અદાલતે SIR ના સમય પર પ્રશ્ન ઉઠાવ્યો. અદાલતે પૂછ્યું કે આ કવાયતને બિહાર વિધાનસભા ચૂંટણીઓ સાથે કેમ જોડવામાં આવી રહી છે અને ચૂંટણીને ધ્યાનમાં લીધા વિના તે આખા દેશ માટે કેમ ન કરી શકાય.
સુધારેલી મતદાર યાદીનો ડ્રાફ્ટ ઓગસ્ટમાં પ્રકાશિત થશે તે નોંધીને, સર્વોચ્ચ અદાલતે આ મામલાની વધુ સુનાવણી 28 જુલાઈના રોજ નિયમિત બેન્ચ સમક્ષ સૂચિબદ્ધ કરી. તેણે ચૂંટણી પંચને એક અઠવાડિયાની અંદર તેનું પ્રતિ-સોગંદનામું દાખલ કરવા કહ્યું અને અરજદારોને 28 જુલાઈ પહેલાં તેમનું પ્રતિ-સોગંદનામું, જો કોઈ હોય તો, દાખલ કરવા કહ્યું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ