ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 1, 2025 6:28 પી એમ(PM)

printer

સરકાર દ્વારા 78મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે યુવાનો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન

સરકાર 78મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે યુવાનો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરી રહી છે. પ્રથમ દ્વિભાષી સ્પર્ધાનો વિષય છે- ‘ઓપરેશન સિંદૂર-આતંકવાદ સામે ભારતની નીતિને ફરીથી વ્યાખ્યાયિત કરવી’.
સ્પર્ધાના ટોચના ત્રણ વિજેતાઓને દસ હજાર રૂપિયાનું રોકડ ઇનામ મળશે અને નવી દિલ્હીમાં લાલ કિલ્લા પર 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેવાની વિશેષ તક મળશે. રસ ધરાવતા સહભાગીઓ સ્પર્ધામાં ભાગ લેવા માટે MY GOV વેબસાઇટની મુલાકાત લઈ શકે છે. આ સ્પર્ધા આ મહિનાની 30મી તારીખ સુધી ખુલ્લી છે.
બીજી સ્પર્ધામાં, સરકારે તમામ ઉભરતા સોશિયલ મીડિયા પ્રભાવકોને ભારતીય સ્વતંત્રતા સાથે સંકળાયેલા કોઈપણ સ્મારક અને સ્થળની મુલાકાતનાં વીડિયો અને રીલ્સ બનાવવા માટે આમંત્રિત કર્યા છે. રસ ધરાવતા સહભાગીઓએ તેમના સોશિયલ મીડિયા પેજ પર રીલ અને વીડિયોને હેશટેગ #NewIndia #EmpoweredIndia અને #independenceday2025 સાથે પોસ્ટ કરવાના રહેશે. ટોચના ત્રણ વિજેતાઓને દસ હજાર રૂપિયાનું રોકડ ઇનામ મળશે.
દરમિયાન, ‘નયા ભારત સશક્ત ભારત “વિષય પર ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સહભાગીઓને દેશની પ્રગતિ અને સિદ્ધિઓ રંગથી પ્રદર્શિત કરવાની રહેશે. સ્પર્ધા વિશે વધુ માહિતી MY GOV વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ