ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 13, 2025 7:40 પી એમ(PM)

printer

સરકાર આગામી બે વર્ષમાં દેશભરમાં હાઇવેને મજબૂત બનાવવા માટે 10 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે

સરકાર આગામી બે વર્ષમાં દેશભરમાં હાઇવેને મજબૂત બનાવવા માટે 10 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે, જેમાં ખાસ કરીને પૂર્વોત્તર અને સરહદી વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
એક સમાચાર સંસ્થાને આપેલ મુલાકાતમાં રોડ, વાહનવ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર આગામી બે વર્ષમાં દેશની માળખાગત સુવિધાને સંપૂર્ણપણે બદલીને તેને વિશ્વમાં શ્રેષ્ઠ બનાવવા માટે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે સરકાર ઉત્તરપૂર્વમાં માળખાગત સુવિધાઓના વિસ્તરણ માટે પ્રોજેક્ટ્સ લાવી રહી છે જેથી ત્યાંના રસ્તાઓ અમેરિકાના રસ્તાઓ જેવા બની શકે.
તેમણે કહ્યું કે પૂર્વીય રાજ્યોમાં 3 લાખ 70 હજાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચે 784 હાઇવે પ્રોજેક્ટ્સ અમલી કરવામાં આવશે. આ અંતર્ગત, 21 હજાર ત્રણસો કિલોમીટરનો વિસ્તાર આવરી લેવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ