ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 6, 2024 7:15 પી એમ(PM) | રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪

printer

સમગ્ર રાજ્યમાં બે દિવસ માટેના રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪નો આજથી આરંભ થયો

સમગ્ર રાજ્યમાં બે દિવસ માટેના રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪નો આજથી આરંભ થયો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે અને આવતીકાલે યોજાનાર રવિ કૃષિ મહોત્સવનો બનાસકાંઠાના દાંતીવાડામાં આરંભ કરાવ્યો હતો..
મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં શરૂ કરાયેલી યોજનાઓનું વિગતો આપીને તેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે જમીન અને પર્યાવરણના હિતમાં પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે શ્રી ભૂપેન્દ્ર પટેલે ૧૨ જેટલા પ્રગતિશીલ ખેડૂતોને પોતાની આગવી કોઠાસુઝથી કૃષિ ક્ષેત્રે કરેલા સંશોધન માટે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. અને કૃષિ ક્ષેત્રે નવીનતમ ટેકનોલોજીની જાણકારી આપતી માહિતી પુસ્તિકાનું વિમોચન અને ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓના ૧૧ લાખ રૂપિયાથી વધુનું સહાય વિતરણ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીએ કર્યું હતું.
બે દિવસીય કૃષિ મહોત્સવમાં વિવિધ ટેકનીક્લ માર્ગદર્શન, પરિસંવાદો, પ્રાકૃતિક ખેતીનું નિદર્શન, પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત તેમજ પશુ આરોગ્ય મેળાઓ રાજ્યના તમામ તાલુકા મથકોએ યોજાશે.