ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 10, 2025 9:02 એ એમ (AM)

printer

સમગ્ર કચ્છ અને બનાસકાંઠાના સૂઇ ગામ અને વાવ તાલુકામાં અંધારપટ જાહેર કરાયો

પ્રવર્તમાન પરિસ્થિતિને લઈને ગત રાતે સમગ્ર કચ્છ જિલ્લામાં બ્લેકઆઉટ કરાયું હતું. નવી સૂચના નહિ મળે ત્યાં સુધી આ બ્લેક આઉટ નો અમલ ચાલુ રહશે. બીજી તરફ બનાસકાંઠા જીલ્લાના સૂઈગામ અને વાવ તાલુકાનાં તમામ ગામોમાં તકેદારીના ભાગરૂપે બ્લેકઆઉટ કરાયું હતું. તંત્ર દ્વારા તમામ નાગરીકોને અફવાઓથી દૂર રેહવા અને વહિવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સુચનાઓનું પાલન કરવા અનુરોધ કરાયો છે.