ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે ભારત અને ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા, LAC પરના કેટલાંક ક્ષેત્રોમાં મતભેદોને ઉકેલવા માટે રાજદ્વારી અને સૈન્ય એમ બંને સ્તરે વાતચીત કરી રહ્યા છે

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે ભારત અને ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા, LAC પરના કેટલાંક ક્ષેત્રોમાં મતભેદોને ઉકેલવા માટે રાજદ્વારી અને સૈન્ય એમ બંને સ્તરે વાતચીત કરી રહ્યા છે. જેને પરિણામે, સમાન અને પરસ્પર સુરક્ષાના આધારે વ્યાપક સર્વસંમતિ વિકસાવવામાં આવી છે.
શ્રી સિંહે આજે તવાંગ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા અને મેજર રાલેંગનાઓ ‘બોબ’ ખાથિંગ ‘મ્યુઝિયમ ઑફ વેલોર’નું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યા બાદ આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે તવાંગમાં સરદાર પટેલની પ્રતિમા લોકોને એકતામાં રહેલી તાકાત અને ભારત જેવા વૈવિધ્યસભર રાષ્ટ્રનું નિર્માણ કરવા માટે જરૂરી અતૂટ ભાવનાની યાદ અપાવશે. શ્રી સિંહે કહ્યું કે રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે ઉત્તર પૂર્વ વિસ્તાર સમૃદ્ધ થાય, અને સરકાર એવા ઉત્તર પૂર્વનું નિર્માણ કરશે જે માત્ર કુદરતી અને સાંસ્કૃતિક રીતે જ નહીં પરંતુ આર્થિક રીતે પણ મજબૂત અને સમૃદ્ધ હશે. સંરક્ષણ મંત્રી ખરાબ હવામાનને કારણે તવાંગ ન જઈશકતા તેમણે આસામના તેજપુરથી વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું હતું.