મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે શહેરી વિકાસ વર્ષ તરીકે આ વર્ષના અંદાજપત્રમાં 30 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જામનગરમાં 430 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિવિધ 30 પ્રકલ્પોના ઈ-લોકાર્પણ, ઈ-ખાતમુહુર્ત કર્યું.
શ્રી પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળના 11 વર્ષ પૂર્ણ થયા છે આ 11 વર્ષનો સમયગાળો સેવા, સમર્પણ અને સુશાસનનો બની રહ્યો છે. પોતાના 11 વર્ષના કાર્યકાળ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેનાથી સામાન્ય માણસની સુવિધા, સજ્જતા, સુખાકારી માટે આધુનિકીકરણને પ્રાથમિકતા આપી હોવાનું પણ શ્રી પટેલે જણાવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન જામનગર શહેરના ગત 20 વર્ષની વિકાસગાથાને દર્શાવતી પુસ્તિકાનું વિમોચન કરાયું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને સાંસદ પૂનમબેન માડમ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | જૂન 7, 2025 8:10 પી એમ(PM)
શહેરી વિકાસ વર્ષ તરીકે આ વર્ષના અંદાજપત્રમાં 30 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
