ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 5, 2025 8:12 એ એમ (AM)

printer

વૈશ્વિક ખોરાક તરીકે માન્યતા પામેલા મખાણાની અમેરિકા, કેનેડા, આરબ દેશો, યુરોપ અને અન્ય એશિયન દેશોમાં નિકાસ કરવામાં આવશે

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જાહેરાત કરી કે વૈશ્વિક ખોરાક તરીકે માન્યતા પામેલા બિહારના, મખાણાની અમેરિકા, કેનેડા અને આરબ દેશો ઉપરાંત યુરોપ અને અન્ય એશિયન દેશોમાં નિકાસ કરવામાં આવશે. પટણામાં મખાણા મહોત્સવમાં બોલતા તેમણે કહ્યું કે આફ્રિકન દેશોમાં પણ નિકાસ માટે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.શ્રી ચૌહાણે ભાર મૂક્યો કે મખાણા ફક્ત બિહારનું ગૌરવ જ નથી પરંતુ ભારતીય પરંપરા, મૂલ્યો અને ખેડૂતોની મહેનતનું પ્રતીક પણ છે. તેમણે ખાતરી આપી હતી કે કૃષિ મંત્રાલય બિહારના મખાણા અને તેના ખેડૂતોને વૈશ્વિક સ્તરે માન્યતા આપવા માટે તમામ શક્ય સહાય પૂરી પાડશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.