વેવ્ઝ ટ્રેલર મેકિંગ સ્પર્ધા માટે નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે. આ સ્પર્ધા મહત્વાકાંક્ષી ફિલ્મ નિર્માતાઓને Netflix ની કન્ટેન્ટ લાઇબ્રેરીનો ઉપયોગ કરીને આકર્ષક ટ્રેલર બનાવવાની તક આપે છે. વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ – વેવ્ઝ ખાતે ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જના ભાગરૂપે, આ સ્પર્ધા સહભાગીઓને નવા દ્રષ્ટિકોણથી પ્રતિષ્ઠિત દ્રશ્યો રજૂ કરવા માટે પ્રોત્સાહિત કરશે.
વિડીયો સંપાદન, ફિલ્મ નિર્માણ અથવા સામગ્રી નિર્માણમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ અને ફિલ્મ નિર્માતાઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. સ્પર્ધામાં ભાગ લેવા માટે અરજદારોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ. માહિતી અને પ્રસારણ મંત્રાલયે માહિતી આપી છે કે 15 ફેબ્રુઆરી સુધીમાં, વિશ્વભરમાંથી કુલ 3 હજાર 313 સહભાગીઓએ સ્પર્ધા માટે નોંધણી કરાવી છે. આ નોંધણી 31 માર્ચે બંધ થશે. વેવ્ઝ સમિટ 1 થી 4 મે દરમિયાન મુંબઈમાં યોજાશે.
Site Admin | ફેબ્રુવારી 18, 2025 6:57 પી એમ(PM) | વેવ્ઝ ટ્રેલર મેકિંગ સ્પર્ધા
વેવ્ઝ ટ્રેલર મેકિંગ સ્પર્ધા માટે નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે
