ભારતે અત્યંત ગરીબી ઘટાડવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, જેમાં 2011-12 અને 2022-23 વચ્ચે 269 મિલિયન લોકો ગરીબીમાંથી બહાર નીકળી ગયા છે. વિશ્વ બેંકના તાજેતરના અહેવાલ અનુસાર, અત્યંત ગરીબીનો દર 2011-12 માં 27.1 ટકા હતો જે ઘટીને 2022-23 માં માત્ર 5.3 ટકા થઇ ગયો છે.
2011-12 માં, ભારતમાં લગભગ 344.47 મિલિયન લોકો અત્યંત ગરીબીમાં જીવી રહ્યા હતા. 2022-23 સુધીમાં, તે સંખ્યા ઝડપથી ઘટીને 75.24 મિલિયન થઈ ગઈ. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ગરીબોની સંખ્યા ઘટી છે. 2011-12માં આ રાજ્યો ભારતના અત્યંત ગરીબ લોકોના 65 ટકા હિસ્સો ધરાવતા હતા.
ગરીબીમાં ઘટાડો ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં વ્યાપક રહ્યો છે. ગ્રામીણ ગરીબી 18.4 ટકાથી ઘટીને 2.8 ટકા થઈ ગઈ છે, જ્યારે શહેરી ગરીબી 10.7 ટકાથી ઘટીને માત્ર 1.1 ટકા થઈ ગઈ છે.
ભાજપની આગેવાની હેઠળની NDA સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ PM આવાસ યોજના, PM ઉજ્જવલા યોજના, જન ધન યોજના અને આયુષ્માન ભારત જેવી યોજનાઓને કારણે ગરીબી દરમાં ઘટાડો થયો.
Site Admin | જૂન 7, 2025 3:11 પી એમ(PM)
વિશ્વબેંકના આંકડા અનુસાર ભારતે અત્યંત ગરીબી ઘટાડવામાં નોંધપાત્ર પ્રગતિ કરી
