રાજ્યની વિધાનસભાની ખાલી પડેલી કડી અને વિસાવદરની બે બેઠકો માટે 19મી જૂને મતદાન છે. જ્યારે 23 જૂને મતગણતરી હાથ ધરાશે. આ બંને બેઠકો માટે ગઇકાલે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે કડીમાં 18 અને વિસાવદરમાં 31 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આજે ભરાયેલા ફોર્મની ચકાસણી હાથ ધરાશે. જ્યારે પાંચમી જૂન ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ છે.વિસાવદર વિધાનસભા બેઠક પરથી ભૂપત ભાયાણીનું રાજીનામું અને કડી બેઠક પર કરસન સોલંકીનું અવસાન થતાં બંને બેઠકો ખાલી પડી હતી.
Site Admin | જૂન 3, 2025 10:23 એ એમ (AM)
વિધાનસભાની બે બેઠકોની પેટાચૂંટણીમાં કડીમાં 18 અને વિસાવદરમાં 31 ફોર્મ ભરાયા. આજે ઉમેદવારી પત્રોની ચકાસણી
