વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આજથી દર શનિવારે બેગલેસ ડેની શરૂઆત થઈ. સરકાર દ્વારા ભાર વિનાનું ભણતર બનાવવા પ્રાથમિક શાળાઓમાં એકમ કસોટીની જગ્યાએ દર શનિવારને બેગલેસ ડે જાહેર કરાયો હતો. આજે શાળાના બાળકો દફતર લીધા વગર શાળાએ ગયા હતા અને વિદ્યાર્થીઓનો શારીરિક અને માનસિક વિકાસ માટેની પ્રવૃતિઓ કરવામાં આવી હતી.
છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાની વાલોથી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ રચનાત્મક પ્રવૃતિઓ કરી ખુશી અનુભવી.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પીએમશ્રી વણઝારાવાસ પ્રાથમિક શાળામાં આજે બાળમેળો અને રેલવે અને બસ સ્ટેશનની મુલાકાતનુ આયોજન કરાયું
Site Admin | જુલાઇ 5, 2025 7:18 પી એમ(PM)
વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ સાથે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આજથી દર શનિવારે બેગલેસ ડેની શરૂઆત
